ગુજરાત

ગોધરાને મેડિકલ હબ બનાવવાની દિશામાં પહેલું પગલું: તારીખ 11 મી જૂનથી ગોધરામાં ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની બીજી શાખા શરૂ થશે:

  1. ગોધરાને મેડિકલ હબ બનાવવાની દિશામાં પહેલું પગલું: તારીખ 11 મી જૂનથી ગોધરામાં ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની બીજી શાખા શરૂ થશે:

100 બેડની ક્ષમતા અને ગોધરાની સૌ પ્રથમ કૅથ લેબ સાથે પ્રારંભ થશે…

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદ શ્રીઓ- ધારાસભ્યો શ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ગોધરા શાખાનું થનારું ઉદઘાટન…

આયુષ્માન ભારતના લાભાર્થીઓ અને મેડી ક્લેમ ધારકોને ત્વરિત સારવારનો લાભ મળી શકશે…


બ્યુરો – નર્મદા ધ્વનિ :- મધ્ય ગુજરાતનું ગોધરા હવે મેડિકલ હબ બનવાની દિશામાં પહેલું પગલું ભરશે.આ નગરમાં હવે અતિ અદ્યતન જીવન રક્ષક, લગભગ તમામ પ્રકારની તબીબી અને સર્જરીની સુવિધાઓ ધરાવતી ગુજરાત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની બીજી શાખા શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે.જેની તજજ્ઞ- નિષ્ણાત તબીબોની ઝડપી અને સરળ સેવાઓ પંચમહાલ- ગોધરા તથા આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની સારવાર માટે હવે વડોદરા – અમદાવાદ કે અન્ય ક્યાંય જવું પડશે નહીં અને golden hour માં ઘરઆંગણે જ ઝડપી સારવાર મળવાથી કટોકટીના સંજોગોમાં
દર્દીની અમૂલ્ય જીંદગી બચવાની સાથે તેમને નવજીવન પ્રાપ્ત થશે. ગુજરાતની સ્માર્ટ સીટી વડોદરા શહેરની મધ્યમાં કાર્યરત ખ્યાતનામ ગુજરાત સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા તેની બીજી અને નવી શાખા ગુજરાતના પછાત અને આદિવાસી વિસ્તાર પંચમહાલ જિલ્લાના મુખ્ય મથકે ગોધરા ખાતે એસટી ડેપો અને રેલવે સ્ટેશનની બિલકુલ નજીક, બામરોલી રોડ વિસ્તારમાં તારીખ 11 મી જૂન,2023 ના રોજથી ગોધરા શાખાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ આ હોસ્પિટલની ગોધરા શાખા ખુલ્લી મુકાવવાની સાથે પંચમહાલ-ગોધરામાં સૌપ્રથમ 100 બેડની ક્ષમતા અને કૅથ લેબ સાથે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ થશે, અને ઘરઆંગણે જ જરૂરિયાતમંદ દર્દીઓને આધુનિક અને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ-સારવાર ઝડપી ઉપલબ્ધ બનશે.
ગોધરા ખાતેની ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની આ શાખામાં કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ જેમ કે, હ્રદયરોગ- કિડનીના રોગોનો વિભાગ, અદ્યતન આઈ.સી.યુ., ગેસ્ટ્રો એન્ટરોલોજિસ્ટ (પેટ અને આંતરડાને લગતી
તકલીફોનો સારવાર વિભાગ), ડાયાલિસીસ, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી
વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, દાઝેલા દર્દીઓની સારવાર માટેનો અલગ બર્ન્સ વિભાગ, ચોવીસે કલાક અને સાતેય દિવસ ઈમરજન્સી
સારવાર વિભાગ, ઈમરજન્સી માટેના ડોક્ટર્સ જેમણે ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય તેવા ડોક્ટર્સ ખડે પગે સતત 24
કલાક કાર્યરત રહેશે. બ્રેઈન સ્પાઈનલ – મગજ અને કરોડરજ્જુના વિશેષ ખ્યાતનામ અને નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તદ્ઉપરાંત, કેન્સરના રોગોની સારવાર માટે અહીં અલાયદો વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેનો લાભ આ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે સરળતાથી મળી રહેશે.

સરકારશ્રીની આયુષ્માન ભારત યોજના અંતર્ગત મળતી વિવિધ આરોગ્યલક્ષી સારવાર- સુવિધાઓ પણ આ
હોસ્પિટલમાં મળી રહેશે. તદ્ઉપરાંત મેડીક્લેઈમ ધરાવતા વિમાધારક દર્દીઓ માટે કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

ગોધરામાં આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરુ થવાથી પંચમહાલ- ગોધરા, સંતરામપુર, દેવગઢબારીયા,
લીમખેડા, મોરવાહડફ, કાલોલ, બાલાશિનોર ઉપરાંત દાહોદ જીલ્લાના લોકોને હવે ઉપરોક્ત સારવાર માટે
વડોદરા-અમદાવાદ કે અન્ય ક્યાંય જવાની જરૂર પડશે નહીં. તદ્ઉપરાંત અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા
દર્દીઓને પણ ઘનિષ્ટ સારવાર માટે વડોદરા કે અમદાવાદ સુધી લંબાવવુ નહીં પડે અને ગોધરામાં જ ઘરઆંગણે
તાત્કાલિક સારવાર ઝડપથી ઉપલબ્ધ બનશે, જેથી જીવ સટોસટના સમયે દર્દીઓને સમયસર અને ઝડપી સારવાર મળી રહેવાથી અકસ્માતના કિસ્સાઓમાં મૃત્યુનું પ્રમાણ પણ ઘટશે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓની મહામૂલી જીંદગી બચવાની સાથે તેમને નવજીવન પ્રાપ્ત થશે.

ગોધરાની આ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે 24*7 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની સુવિધા પણ હવે ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં દર્દીઓ માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા, દર્દીના સગા વ્હાલાઓ માટે રાહતદરે કેન્ટીનની સુવિધા ઉપરાંત આવાસ- રહેઠાણની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં
જ વિશાળ પાર્કિંગની સુવિધા પણ રાખવામાં આવી છે.

વડોદરામાં વિશાળ પાયે કાર્યરત ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અને ગુજરાતના ખ્યાતનામ યુરોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞેશ ભરપોડાના સબળ નેતૃત્વ અને વડપણ હેઠળ ઉપરોક્ત વિવિધ તબીબી
સારવાર શાખાના તજજ્ઞ-નિષ્ણાત તબીબોની સેવાઓ આ વિસ્તારના લોકોને મળવાની છે, ત્યારે આ વિસ્તારના લોકોના આરોગ્યનું સ્તર ચોક્કસ ઊંચું આવવાની સાથે તેમની સુખાકારીમાં પણ વધારો થશે તે નિઃસંદેહ છે.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ (આહીર), ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી
બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, પંચમહાલના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, પંચમહાલ
જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી કામિની સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી સી.કે. રાઉલજી,
શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી ફત્તેસિંહ ચૌહાણ, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, શ્રી મહેશભાઈ ભુરીયા તેમજ
ગોધરા નગરપાલિકાના પ્રમુખ શ્રી સંજય સોની વગેરે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તારીખ 11 મી જૂન, 2023
ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની ગોધરા શાખાનો ઉદ્દઘાટન સમારોહ બામરોલી રોડ સ્થિત ઉક્ત હોસ્પિટલ ખાતે યોજાશે, તેમ ડૉ. પ્રજ્ઞેશ ભરપોડા તરફથી જણાવાયું છે.
તેમણે કહ્યું કે, ખૂબ ગંભીર ઈજાઓ,હાર્ટ કે બ્રેઈન સ્ટ્રોક જેવી કટોકટીમાં પહેલો કલાક દર્દીની સારવારમાં સોના જેવો અગત્યનો ગણાય છે. અગાઉ આવા કિસ્સાઓમાં અસરગ્રસ્ત ને વડોદરા પહોંચાડવામાં જ બે ત્રણ કલાક નીકળી જતાં. આ હોસ્પિટલથી હવે ગોધરામાં જ ત્વરિત સારવાર મળતાં દર્દીની જિંદગી બચાવવામાં ખૂબ સરળતા થશે.

Related posts

G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે આજે Auro University, સુરત ખાતે યોજાયો યુવા ઉત્સવ

Narmada Dhvani

નર્મદા સુગર ના સારથી  -ઘનશ્યામ પટેલ

Narmada Dhvani

વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ ને મળેલ બિનવારસી બાળક નો મિલાપ “બાળગોકુલમ” ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એ કરાવ્યો.

Narmada Dhvani

Leave a Comment